Mahashivratri / મહાશિવરાત્રીના મેળામાં ભજનનો અનોખો રંગ, છેલ્લા 16 વર્ષથી લંડનથી આવે છે જૂનાગઢ

જૂનાગઢ/  સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે.

મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ. પ્રાણલાલ વ્યાસના શિષ્ય છે, આ સંદર્ભમાં તેઓ કહે છે કે, વર્ષ 2006માં હું પ્રથમવાર જૂનાગઢ આવ્યો ત્યારે ભજન પ્રત્યે લગાવ જાગ્યો હતો, એટલે ખાસ  સ્વ. પ્રાણલાલ વ્યાસે આપણા ભજનની સંસ્કૃતિ દેશ પરદેશની ભૂમિ સુધી પહોંચે તે માટે તેમણે ભજનની તાલીમ આપી હતી.

100થી વધુ દેશી અને પ્રાચીન ભજનો કંઠસ્થ
તેમણે કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી આવું છું અને ગુરુ શ્રી શેરનાથ બાપુની પ્રેરણાથી મેળામાં જુદા જુદા ઉતારાઓમાં પણ ભજન ગાયને વાણી પવિત્ર કરું છું. તેમને આપણા 100થી વધુ દેશી અને પ્રાચીન ભજનો કંઠસ્થ છે.

તેમણે સ્વ. પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખવાની એક વાત કરતા કહ્યું કે, સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખી રહ્યો હતો, ત્યાં એક બારી હતી, ત્યાંથી ગિરનાર મહારાજના દર્શન થતાં અને તેને જોઈને શ્રદ્ધા ભાવ સાથે ભજન ગાવા માટે કહ્યું હતું, એટલે આજે પણ લંડનમાં ગિરનારી મહારાજનો ઘરે ફોટો રાખ્યો છે, એટલે જ્યારે પણ ભજન માટે બેસુ ત્યારે તેના દર્શન કરીને ભજન કરું છું. તેમણે એમ કહ્યું કે, ખાસ લંડનમાં ભારતીય તહેવાર કે અન્ય પ્રસંગોએ મંદિરોમાં જઈને ભજનના પ્રોગ્રામ આપું છું.

16 વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં આવે છે 
તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા 16 વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં આવું છું, પરંતુ આ વર્ષે મેળાનો માહોલ કંઈક અલગ જ છે, રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે પૂરતી સુવિધાઓ કરવામાં આવી છે. ભાવિક ભક્તો પણ પુરા આનંદ સાથે મેળાને માણી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

6 ઓક્ટોબર 2026, મંગળવારનું વિગતવાર Horoscope

♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો અથવા નવી ડીલની શક્યતા છે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.Horoscopeકરિયર: નવી જવાબદારી મળશે.ધન: આવક વધારવાની તક.પરિવાર: સહયોગ મળશે.લકી નંબર: 9 | લકી કલર: લાલ ♉ વૃષભ રાશિ તમારી મહેનતનું પરિણામ મળવાનો દિવસ છે. કાર્યસ્થળે અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારની કોઈ જૂની સમસ્યા વાતચીતથી ઉકેલી શકશો.કરિયર: પ્રગતિના સંકેત.ધન: જૂનું પેમેન્ટ મળી શકે.પરિવાર: વાતાવરણ ખુશનુમા રહેશે.લકી નંબર: 6 | લકી કલર:…

Gujarat : ભાડા વિધેયક પર સરકારનો મોટો યુ-ટર્ન? રાજ્યપાલ સહી નહીં કરે, હાઈકોર્ટમાં ખુલાસો… 2026

વકીલોની હડતાળને લઈને મોટા સમાચાર: Gujarat ભાડા વિધેયક કાયદાનું સ્વરૂપ નહીં લે, રાજ્યપાલ સહી નહીં કરે; હાઈકોર્ટમાં મોટી ખાતરી Gujaratમાં છેલ્લા કેટલાક દિવસથી વકીલો અને સરકાર વચ્ચે ચાલી રહેલા Gujarat ભાડા વિધેયક-2026ના વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. રાજ્યભરના વકીલો દ્વારા ભાડા વિધેયકના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવ્યા બાદ હવે હાઈકોર્ટમાં સરકાર તરફથી મહત્વની ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે આ બિલને રાજ્યપાલની મંજૂરી નહીં મળે અને તે કાયદાનું સ્વરૂપ નહીં લે.આ નિવેદન સામે આવ્યા બાદ Gujarat ભાડા વિધેયકને લઈને ચાલી રહેલા વકીલોના વિરોધમાં હવે નવો વળાંક આવ્યો છે. જોકે, સમગ્ર પ્રક્રિયા અંગે સરકાર અને વકીલ સંગઠનો વચ્ચેની આગામી ચર્ચા બાદ વધુ સત્તાવાર સ્પષ્ટતા…