કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં ટેક્સટાઇલ પાર્કની જોગવાઈ અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશન તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ થી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે

બજેટ અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્તવ્ય પરાયણતાના પથ પર ચાલી દુરંદેશી અને સંકલ્પિત નેતૃત્વ થકી દેશના સામર્થ્યને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ બજેટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રગતિશીલ ભારત થી વિકસિત ભારતના નિર્માણની જે દિશા દર્શાવી છે તેને દેશના નાગરિકોએ વ્યાપક સ્વીકાર અને સમર્થન આપ્યું છે. મેન્યુંફેકચરિંગ, MSME, બાયોફાર્મા અને ક્રિએટીવ ઇકોનોમિ માટે કરવામાં આવેલી જોગવાઇઓને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના સંકલ્પ હેઠળ 10 કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહી છે, તેમના માટે ‘શી-માર્ટ’ની જાહેરાત એક મહત્વપૂર્ણ પગલું છે.

તેઓએ કહ્યું કે, બાયોફાર્મા શક્તિ મિશન માટે રૂ.10,000 કરોડની જોગવાઇ કરી પ્રધાનમંત્રીએ ભારતને વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા પર ભાર મૂક્યો છે..આજે વિશ્વમાં કુલ રસી ઉત્પાદનનો અંદાજે 60 ટકા હિસ્સો ભારત અને ભારતીય કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે તે મોદીજીના દુરંદેશી નિર્ણયોના પરિણામરૂપ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં અનેક MSME ઉદ્યોગો છે. MSME ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ બજેટમાં વિવિધ જોગવાઇ કરવામાં આવી છે, જેનો સુરતના ઉદ્યોગકારોને પણ લાભ મળશે.

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે પ્રધાનમંત્રી મોદીજીના વિશેષ ધ્યાનના કારણે 2014માં જ્યાં 4 મિલિયન ડોલરના એક્સપોર્ટની ચર્ચા થતી હતી ત્યાં આજે 37 મિલિયન ડોલરના એક્સપોર્ટ સુધી ભારત પહોંચ્યું છે. ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને એક્સપોર્ટમાં પ્રથમ ક્રમે પહોંચાડવાની સ્પષ્ટ રૂપરેખા આ બજેટમાં દેખાય છે.

અત્યાર સુધી 350થી વધુ સુધારા અમલમાં મૂકાયા
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ રિફોર્મસ થકી અત્યાર સુધી 350થી વધુ સુધારા અમલમાં મૂકાયા છે, જેમાં GST રિફોર્મ, લેબર કોડ નોટિફિકેશન અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો સામેલ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અંગે ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા જાહેર કરેલા ટેક્સટાઇલ પાર્ક અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશનના તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય મતી ઝંખનાબેન પટેલ, સુરત મહાનગરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સહિત ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પત્રકાર પરિષદ પૂર્વે મતી સ્મૃતિ ઈરાનીની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને પ્રોફેશનલ્સ સાથે બજેટ સંદર્ભે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…

પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક વલણ, FSSAIને બે અઠવાડિયાની મહેતલ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો તેના પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના દરેક નાગરિકને તે શું ખાઈ રહ્યો છે અને ખાદ્ય પદાર્થમાં ખાંડ, મીઠું તથા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સરકાર અને FSSAI તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અદાલત પોતે જ આ અંગે જરૂરી આદેશ જારી કરી શકે છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પેકેજ્ડ ફૂડના…