હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ લક્ઝરી ગાડીઓને ભારે નુકસાન થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નજીકમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના કારણે મહેમાનોએ પોતાની ગાડીઓ હાઇવેના પટ્ટામાં પાર્ક કરી હતી. સદનસીબે અકસ્માત સમયે કોઈ વ્યક્તિ ગાડીમાં હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના પગલે હિંમતનગર–ગાંભોઈ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી વાહન કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો.
ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણસર અકસ્માત થયો હતો, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. લગ્ન પ્રસંગની ખુશીમાં અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






