ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ.

બીજી તરફ, ફિલ્મના નિર્માતાઓ પણ સતત સ્પષ્ટતા કરી રહ્યા છે કે ફિલ્મની કહાણી સંપૂર્ણપણે કલ્પિત છે અને તેનો કોઈ વિશેષ ધર્મ કે વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.હાલમાં ફિલ્મને લઈને વિવાદ થમતો દેખાતો નથી અને હવે સૌની નજરો સેન્સર બોર્ડ તથા આગળ લેવામાં આવનારા નિર્ણયો પર ટકી રહી છે.

પ્રમોશનલ સામગ્રી દૂર કરવી

નિર્માતાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું ,“મારી અગાઉની ફિલ્મોની જેમ, આ ફિલ્મ પણ સંપૂર્ણ ઈમાનદારી સાથે બનાવવામાં આવી છે અને તેનો એકમાત્ર હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો છે. અમે ખબર છે કે ફિલ્મના શીર્ષકને લઈને કેટલાક દર્શકો નારાજ થયા છે, અને અમે તેમની લાગણીઓનો પૂરો આદર કરીએ છીએ. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને હાલમાં અમે તમામ પ્રમોશનલ સામગ્રી દૂર કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે અમારું માનવું છે કે ફિલ્મને સંપૂર્ણ રીતે જોવી જોઈએ. તેને અમે જે કહાની કહેવા માંગીએ છીએ તેના સંદર્ભમાં સમજવી જોઈએ, કોઈ અધૂરી ઝલકના આધારે નહીં. અમે ટૂંક સમયમાં આ ફિલ્મ દર્શકો સાથે શેર કરવા માટે આતુર છીએ.”

FMC એ શીર્ષક અંગે નિર્માતાઓને નોટિસ ફટકારી છે

ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિએશન (FMC)એ પણ ફિલ્મ “ઘુસખોર પંડિત”ને લઈને નિર્માતાઓને નોટિસ જારી કરી છે. FMCએ જણાવ્યું છે કે નિર્માતાઓએ નિયમો મુજબ ફિલ્મના શીર્ષક માટે જરૂરી ફરજિયાત મંજૂરી મેળવી નથી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યૂસર્સ એસોસિએશનના સભ્ય અને ફિલ્મ નિર્માતા નીરજ પાંડે “ઘુસખોર પંડિત” શીર્ષકનો ઉપયોગ માટે અરજી કરવામાં આવી નથી. તેથી, મંજૂરી વગર આ શીર્ષકનો ઉપયોગ કરવામાં આવશે તો શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

આ ફિલ્મમાં મનોજ બાજપેયી પોલીસકર્મીની ભૂમિકામાં નજર આવશે. રિતેશ શાહ દ્વારા નિર્દેશિત અને નીરજ પાંડે દ્વારા નિર્મિત “ઘુસખોર પંડિત” ફિલ્મમાં મનોજ બાજપેયી ભ્રષ્ટ પોલીસ અધિકારી અજય દિક્ષિતનું પાત્ર ભજવે છે. મનોજ બાજપેયી ઉપરાંત ફિલ્મમાં નુસરત ભરુચા, કીકુ શારદા, દિવ્યા દત્તા, સાકિબ સલીમ, શ્રદ્ધા દાસ અને અક્ષય ઓબેરોય પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…