પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર

‘પરીક્ષા પે ચર્ચા’  કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક વિચારધારાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે માતા-પિતાને પણ અપીલ કરી કે બાળકો પર પોતાની ઇચ્છાઓ લાદવાની બદલે તેમની ક્ષમતાને સમજો અને પ્રોત્સાહન આપો.

પીએમ મોદીએવિદ્યાર્થીઓને કેટલાક મહત્વપૂર્ણ મંત્ર આપ્યા

પરીક્ષાને ભાર નહીં, પરંતુ ઉત્સવની જેમ મનાવી જોઈએ.
સ્પર્ધા બીજાઓ સાથે નહીં, પરંતુ પોતાની જાત સાથે હોવી જોઈએ.
ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરો અને જરૂર પડે ત્યારે “ડિજિટલ ફાસ્ટિંગ” અપનાવો.
અઘરું કામ પહેલા પૂર્ણ કરો અને સમજીને, વિચારીને અભ્યાસ કરવા પર ભાર આપ્યો.
ગોખણપટ્ટી પર નિર્ભર ન રહો, પરંતુ સાચા અર્થમાં “એક્ઝામ વોરિયર” બનો.

ભણેલું યાદ ન રહે અને ભૂલી જવાય તો શું કરવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછાયો કે અનેકવાર એવું બને છે કે જે ભણીએ છીએ તે ભૂલી જઈએ છીએ તો પીએ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને આજનો દિવસ બરાબર યાદ રહેશે કારણ કે તમે તેમાં પૂરેપૂરા ઈન્વોલ્વ છો. આવામાં તમે પોતાને ઓછા હોશિયાર આંકો અને વધુ હોશિયારીથી વાત કરો કે મત લો. પીએમનરેન્દ્ર મોદીએ કહ્યું કે માર્ક્સ એક બીમારી બની ગઈ છે. આવામાં તમારે મનને આંકડા સાથે જોડવાની જગ્યાએ જીવનમાં ક્યાં જવું તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

હાલના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ખુબ જોર જોવા મળી રહ્યું છે .ત્યારે પીએમ નરેદ્ર મોદીએ પણ વિદ્યાર્થીઓ સાથે ખુલીને AI પર વાત કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ AI નો ઉપયોગ જરૂર કરો, પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે તે તમને હંમેશા તમારા લક્ષ્યો મેળવવામાં મદદ કરશે નહીં.

સંતુલન હોવું જરૂરી છે.

પીએમ નરેદ્ર મોદીએ કહ્યું કે જીવનમાં દરેક ચીજમાં સંતુલન હોવું જરૂીર છે. જો તમે વધુ પડતા એક બાજુ નમશો તો તમે પડી જશો. લાઈફ સ્કિલ્સ અને પ્રોફેશનલ સ્કિલ્સ બંને બરાબર જરૂરી છે જેને ફક્ત શિક્ષણથી શીખી શકાય છે.

પીએમ મોદીએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે એક નેતાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તમે 75 વર્ષના થઈ ગયા. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે “હજુ તો મારા જીવનના 25 વર્ષ બાકી છે. હું વીતેલા વર્ષો નહીં પરંતુ વધેલા વર્ષોને ગણું છું. તેમણે કહ્યું કે સપના ન જોવા એ પણ એક ગુનો છે. સપના જોવા જ જોઈએ. પરંતુ સપનાને ખાલી ગણ્યા કરીએ તે કામ આવતું નથી. આથી જીવનમાં કર્મને જ મુખ્ય ગણવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈન્ટરનેટ સસ્તું હોવાથી તેનો સમય બિનજરૂરી રીતે બરબાદ કરવો યોગ્ય નથી. ગેમિંગ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે તેમણે સટ્ટેબાજી સામે કાયદો બનાવ્યો છે અને દેશમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં નહીં આવે. તેમ છતાં, ગેમિંગ એક કળા પણ છે, જેમાં ઝડપ અને બુદ્ધિનો સમાવેશ થાય છે. યોગ્ય રીતે અને સારી ગુણવત્તાની ગેમિંગ પસંદ કરવાથી વ્યક્તિ પોતાની કુશળતા વિકસાવી શકે છે અને વિકાસ માટે તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…