રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે.

8 વર્ષમાં અંદાજે 13994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરાયો
આ ઉપરાંત આગામી તા. 03 માર્ચના રોજ રોજ હોળી છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2018 થી 2025 સુધી છેલ્લા 8 વર્ષમાં અંદાજે 13994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા 260 લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

કોલસા કૌભાંડ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી, 100.44 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

ગેરકાયદે કોલસા ખાણકામ કેસમાં એક મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 100.44 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. આ…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…