વિંગ્સ ઇન્ડિયા 2026: ગુજરાતને સિવિલ એવિએશન ક્ષેત્રમાં ‘બેસ્ટ સ્ટેટ’ પુરસ્કાર

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. 29 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલ ‘વિંગ્સ ઇન્ડિયા-2026’માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે, તેમ ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું હતું.

સિવિલ એવિએશન કમિશનર બચાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે-સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે.

વધુમાં, આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવા અને છેવાડાના માનવી સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાના રાજ્ય સરકારની દૂરદર્શિતાને સમર્પિત છે. આ સન્માન વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અને હવાઈ મુસાફરીને સામાન્ય નાગરિક માટે વધુ સુલભ બનાવવા માટેની ગુજરાતની કટિબદ્ધતાને રજૂ કરે છે, તેમ સિવિલ એવિએશન કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, અગાઉ ગુજરાતને ‘વિંગ્સ ઈન્ડિયા-૨૦૨૨’માં “Best State with a Dedicated Outlook for the Sector” તેમજ ‘વિંગ્સ ઈન્ડિયા-૨૦૨૪’માં ‘BEST STATE WITH A DEDICATED LOOKOUT FOR AVIATION SECTOR’નો એવોર્ડ પણ એનાયત થયો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…