ભારત સામે ઝૂક્યું અમેરિકા : વેપારમાં મોટો ફેરફાર, ટેરિફ 25%થી ઘટીને 18%

અમેરિકાએ ભારત માટે ટેરિફમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. આ નિર્ણયની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેમણે વડાપ્રધાન મોદીને “મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક” અને “શક્તિશાળી અને સન્માનિત નેતા” ગણાવ્યો.

ટેરિફ ઘટાડો:
અમેરિકાએ ભારત માટે ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધું છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી તેલ ખરીદીને બંધ કરવાની સંમતિ અને અમેરિકા પાસેથી તેલ ખરીદવા માટેની પ્રતિબદ્ધતાને લીધે લીધો છે. તેમણે ઉમેર્યું કે આ પગલાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે.

અમેરિકા-ભારત સંબંધ:
ટ્રેડ કરારમાં બંને દેશો એકબીજા સાથે સહમતિએ આગળ વધશે. વડાપ્રધાન મોદાએ 500 અબજ ડોલરથી વધારેની અમેરિકી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રમ્પે ભાર આપી જણાવ્યું કે ભારત સાથેના અદ્ભૂત સંબંધો હવે વધુ મજબૂત થશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…