ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ નોંધાવ્યો, ત્યારે કારમાં સવાર યુવકો ઉગ્ર બન્યા અને તેમને ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો.

જીવ બચાવવા માટે નિવૃત્ત સૈનિક કારના બોનેટ પર લટકી ગયા હતા, છતાં આરોપી ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે દોડાવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓએ વડીલને કારના બોનેટ પર લટકાવીને લગભગ ૫૦૦ મીટર સુધી ગાડી ચલાવી હતી.

આ સમગ્ર ઘટનાનો 16 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક સફેદ રંગની કાર ઝડપથી આગળ વધી રહી છે અને તેના બોનેટ પર એક વ્યક્તિ જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. વીડિયો સામે આવતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આટલેથી ન અટકતા, કાર રોક્યા બાદ આરોપીઓએ નિવૃત્ત સૈનિક સાથે મારપીટ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…