રિયાઝ પટેલ, અંકલેશ્વર/ નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડૉક્ટર ઓમકર સિંહ પરિહાર તથા તેમની ટીમનું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિટી બ્લડ બેંકની અનુભવી ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સુચારૂ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા, પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા, ટોલ મેનેજર રવિ યાદવ, ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે 50 જેટલા યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આ અવસરે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડાએ લોકોએ વધુમાં વધુ બ્લડ ડોનેશન કરીને સમાજસેવાના કાર્યોમાં જોડાવા માટે અપીલ કરી હતી. અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સતત સમાજહિત અને જનકલ્યાણ માટેના વિવિધ કાર્યક્રમો યોજી મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





