ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આથી રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.

ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ
MCX પર ચાંદીના ભાવમાં આજે કુલ રૂ. 65,047ની ઊંચ-નીચ નોંધાઈ. દિવસની શરૂઆતમાં ચાંદી રૂ. 3,99,000 પર ખુલ્યો અને ટોચે પહોંચી રૂ. 4,20,048. ત્યારબાદ ઘટાડા સાથે તે રૂ. 3,55,001 સુધી પહોંચ્યો. અગાઉના બંધ ભાવ રૂ. 3,85,366ની સરખામણીમાં બજારમાં ભારે તીવ્રતા જોવા મળી.

સોનાના ભાવની સ્થિતિ
સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી. દિવસ દરમિયાન સોનાના ભાવમાં રૂ. 22,971ની ઉથલ-પાથલ નોંધાઈ. સોનાનું ટ્રેડિંગ રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ ઊંચા સ્તરે રૂ. 1,80,779 પર પહોંચી અને બાદમાં ઘટીને રૂ. 1,57,808 સુધી પહોંચી ગયું. પહેલા બંધ ભાવ રૂ. 1,65,915ની સરખામણીમાં બજારમાં તેજી-મંદીનો માહોલ જોવા મળ્યો.

રૂપિયો 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે
ભારતીય શેરબજારમાં આજે અફરાતફરી વચ્ચે ડૉલર સામે રૂપિયો 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. આ ઘટાડાનો મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ફેરફાર ન કરવો, વૈશ્વિક ટેરિફ નીતિઓ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. 2026 સુધી ભારતમાં ચલણમાં આશરે 2.5% ઘટાડો નોંધાયો છે.

ભાવમાં વધારો થતાં મુખ્ય કારણો
1. વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતા
2. અમેરિકા પર વધતું દેવું
3. આંતરરાષ્ટ્રીય તણાવ
4. સેન્ટ્રલ બેન્કોની સોનાની ખરીદી
5. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ફેરફાર નહીં
6. નબળો ડૉલર
7. વિશ્વભરના દેશમાં સોના-ચાંદીની વધતી માંગ
8. માંગ સામે સપ્લાયની અછત
9. ભારતમાં ઔદ્યોગિક ચાંદીની માંગમાં વધારો
10. સોલાર પેનલ, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહન અને ઓટોમોબાઇલમાં ચાંદીની વધતી જરૂરિયાત

ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર
ભારતની ચાંદીની માંગ મોટાપાયે આયાત પર આધાર રાખે છે. રિપોર્ટ મુજબ, 2025માં ભારતે 9.2 બિલિયન ડૉલર (75,000 કરોડ રૂપિયા) કિંમતની ચાંદી આયાત કરી, જે 2024ની તુલનામાં 44% વધુ છે. આ સાથે ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પને મોટો ઝટકો: સિનિયર અધિકારી જો કેન્ટનું રાજીનામું, નીતિ પર ઉઠ્યા સવાલો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે ઈરાન યુદ્ધની નીતિનો વિરોધ કરતા પોતાના પદ પરથી…

MS ધોનીના ફેન્સ માટે મોટી અપડેટ: IPL 2026માં ધારાવાહિક નંબર 7 બદલવાની સંભાવના

IPL 2026 પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એમએસ ધોની પોતાની આઈકોનિક જર્સી નંબર 7 છોડતો જોવા મળે છે. આ સમાચારથી ધોનીના ફેન્સ આ પાછળનું કારણ…