એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શનનો લહાવો; પરિક્રમાનો દિવ્ય સંગમ

શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે.

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.

અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરાયું છે. આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ-૨૦૦૮ માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં 51 શકિતપીઠ પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું હતું. વર્ષ ૨૦૧૪ માં તા. 12,13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન 51 શકિતપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષે તારીખ 30 અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026 કુલ ત્રણ દિવસ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે.

આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી એક જ સ્થાને 51 શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે. માઈભક્તો પરીવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…