ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત

ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે.

નિર્ણય પાછળનું કારણ
અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે.

કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં?
સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે:
1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ)
2. ફાયર સ્ટેશન
3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
4. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
5. ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
6. વોટર સપ્લાય પ્રોજેક્ટ
7. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા)
8. ટાઉનહોલ
9. કોમ્યુનિટી હોલ
10. કન્વેન્શન સેન્ટર
11. અન્ય પાયાની માળખાગત સુવિધાઓ

આ નિર્ણયથી નગરપાલિકાઓને વિકાસ કામો માટે ઝડપી પ્રક્રિયા મળશે અને શહેરી વહીવટ વધુ લોકાભિમુખ બની રહેશે. અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે અને નાગરિકોને સુવિધાઓ સમયસર પ્રાપ્ત થશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: Elite Honor

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ National ગુજરાતના એકતા નગર ખાતે 72મા National ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહેલો આ સમારોહ ભારતીય સિનેમા માટે ઐતિહાસિક બની રહ્યો છે, કારણ કે પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો સમારોહ નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. આ વર્ષે 2024માં બનેલી ભારતીય ફિલ્મો અને સિનેમામાં થયેલા ઉત્કૃષ્ટ યોગદાનને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 72મા National ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં કાર્તિક આર્યન અને મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટી બંનેને સન્માન મળ્યું છે.કાર્તિક આર્યનને ફિલ્મ **‘ચંદુ ચેમ્પિયન’**માં તેમના અભિનય…

Fancy Number Plate: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 18 હજારથી વધુ કેસ અને 4,187 વાહનો ડિટેઇન Mega Drive

Fancy Number Plate વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ Fancy Number Plate : ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તથા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. ખાસ કરીને એવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેના પર નંબર પ્લેટ લગાવવામાં આવી નથી, નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે…