મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ

સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ, બોર્ડના જાહેર પરિણામો ને ધ્યાનમાં રાખીને વર્ષ 2025/ 26 માટે મહીસાગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ રૂપિયા 1 લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે.

અગાઉ 2020-21 માં પણ આ શાળાને ઉપરોક્ત વિગતો ને ધ્યાને લઈ એવોર્ડ અને પૂરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ શાળાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિનો શ્રેય સંસ્થાના પ્રમુખ આર. પી .પટેલ ની પ્રેરણા, આચાર્ય મીનાક્ષીબેન પટેલનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફને જાય છે. તમામ લોકોના સઘન પ્રયત્નોથી મહીસાગર જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શાળાએ આ અનોખી સિદ્ધિ મેળવી છે. જેથી શાળા સંચાલક મંડળ અને મોટી સરસણ ગામનો સમગ્ર વિસ્તાર અને શિક્ષણ જગતનું ગૌરવ વધારેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…