ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન OAMએ ગાંધીનગરમાં કરેલી સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન તેમણે આ તત્પરતા દર્શાવી હતી.

આગામી 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને અન્ય સુવિધા તૈયાર કરવાની પોતાની જે કવાયત હાથ ધરી છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-વિમર્શ થયા હતા. તેમણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા પછી સામાન્ય લોકોના આવાસ, સ્ટુડન્ટ્સ હોસ્ટેલ અને મેદાનોનો અન્ય ઇવેન્ટ માટે ઉપયોગ કરવાના આયોજનની વિગતો આપી હતી.

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરએ બ્રિસ્બેનમાં થઈ રહેલી આ તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય ડેલીગેશનને આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતમાં ખાસ કરીને સ્વિમિંગ, પેરા એથલીટ્સ અને હાઈ પર્ફોમન્સ સેન્ટરના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રશિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા સહભાગી થવા ઈચ્છુક છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના કૌશલ્યની પ્રશંસા કરતા તેનો ઉચ્ચ પ્રશિક્ષણ લાભ ગુજરાતના ખેલાડીઓને પણ મળે અને 2036 ઓલમ્પિકમાં ઉજ્જવળ દેખાવ કરી શકે તે માટે સહિયારા પ્રયાસોથી આગળ વધવાની અપેક્ષા દર્શાવી હતી.

ગિફ્ટ સિટીમાં કાર્યરત ડિકન યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ બિઝનેસ અને સ્પોર્ટ્સ રિસર્ચના અભ્યાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરીને એક આખી અલાયદી ઇકોસિસ્ટમ ઊભી કરવાની વિગતો પણ ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનરે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે ડિકન યુનિવર્સિટીના માર્ચ-2026માં થનારા પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે રાષ્ટ્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોથી વાઈબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયાની પાર્ટનરશીપથી રાજ્યના જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, એપેરલ એન્ડ ક્લોથિંગ, લાઈફ સાયન્સીસ, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોને લાભ થયો છે તેમ જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જે લીડ લીધી છે તેનાથી પ્રભાવિત થયા હતા. તેમણે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝનો સહયોગ ગુજરાતને આપવા તત્પરતા દર્શાવી હતી.

એટલું જ નહિ, પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીમાં સોલાર રૂફટોપ માટે 2000 લોકોની ક્ષમતા સાથેની ટ્રેનિંગ ફેસીલીટીઝ તેઓ વિકસાવી રહ્યા છે અને ખાસ કરીને મહિલાશક્તિ તેમાં વધુ રસ લઈ રહી છે તેની પણ પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી સાથેની આ સૌજન્યની મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સચિવ અજય કુમાર, ઇન્ડેક્ષ્ટ-સીના એમડી કેયુર સંપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…