Bharuch : અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

ધર્મેશ રાણા, અંકલેશ્વર: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે વિશેષ વિનામૂલ્યે કેમ્પનું આયોજન અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન મહિલાઓને સર્વાઇકલ કેન્સરની તપાસ માટે HPV તથા PAP ટેસ્ટ તેમજ બ્રેસ્ટ કેન્સરની વહેલી ઓળખ માટે iBreast Exam સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સાથે સાથે કેન્સરની વહેલી ઓળખ, જરૂરી તપાસ અને સારવાર અંગે તબીબો દ્વારા માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી.

મહિલા માટે કેમ્પ અત્યંત ઉપયોગી થયો સાબિત
કેન્સર જેવી ગંભીર બીમારીની શરૂઆતના તબક્કે ઓળખ થવાથી સમયસર સારવાર શક્ય બને છે, ત્યારે આવા આરોગ્યલક્ષી કેમ્પો મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. કેમ્પમાં હાજર રહેલ મહિલાઓએ આ સેવાઓ બદલ આયોજકો પ્રત્યે સંતોષ અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો, આરોગ્ય કર્મચારીઓ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…