દાવોસ WEF 2026/ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં ગુજરાતને લઈ જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે.

ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળ્યું છે અને જ્યારે અમે વહેલી સવારે અહીં પહોંચ્યા, ત્યારે સમગ્ર દુનિયા વિશ્રામમાં હતી પરંતુ ભારતના રાજ્યોના ડેલિગેશન સક્રિય રીતે રોકાણકારો સાથે મીટિંગમાં ઓતપ્રોત હતા. આ અમારી પ્રતિબદ્ધતા, અમારી કાર્ય સંસ્કૃતિ અને દેશના લોકો પ્રત્યે અમારા નેતૃત્વનું સમર્પણ દર્શાવે છે.

છેલ્લા ત્રણ મહિનામાં જાણો કેટલા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા
રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં ₹45 લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં ₹11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં કંઇક નવું શીખવા અને નવી તકોને જાણવા માટે આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અલગ અલગ રાજ્યોના ડેલિગેશન તરીકે અહીં નથી આવ્યા પરંતુ એક દેશ તરીકે એક જ એજન્ડા સાથે અહીં હાજર છીએ. આપણે સૌ આપણા કૌશલ્ય, આપણી ક્ષમતાઓ અને આપણું ગવર્નન્સ અહીં રજૂ કરીશું. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું અન્વેષણ કરી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…