GPSC 2026: વર્ગ-1 અને વર્ગ-2 પરીક્ષાની તારીખો જાહેર, હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ માટે ઉપલબ્ધ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને તૈયારી માટે ઉત્સાહ વધી રહ્યો છે.

પ્રાથમિક પરીક્ષાઓનું શેડ્યૂલ
GPSCની જાહેરાત મુજબ કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષાઓ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આમાં વહીવટી સેવાઓ ઉપરાંત ટેક્નિકલ, શિક્ષણ અને અન્ય વિશેષ સેવાઓના પદોનો સમાવેશ થાય છે. પરીક્ષાની તારીખો જાહેર થતા જ ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત થયા છે.

હોલ ટિકિટની માહિતી
જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી લગભગ સાત જેટલી ભરતી પરીક્ષાઓ માટે GPSC દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડની તારીખો પણ જાહેર કરી દીધી છે. પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાઓ માટે હોલ ટિકિટ માત્ર ઓનલાઈન ઉપલબ્ધ થશે.

ઉમેદવારો GPSCની અધિકૃત વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે હોલ ટિકિટ પોસ્ટ દ્વારા મોકલવામાં નહીં આવશે.

હોલ ટિકિટમાં મહત્વપૂર્ણ માહિતી
હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂરી સૂચનાઓ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તમામ વિગતો તપાસી લે અને પરીક્ષા દિવસે સાથે લાવે. GPSCએ ઉમેદવારોને નિયમિત રીતે વેબસાઇટ ચેક કરવા અને જાહેર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…