ગુજરાતનું ગૌરવ: સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) માં બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ/ ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ફરી એકવાર ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC-NEW DELHI) ની ‘પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી’ (PACS) વિભાગની દેશભરની એકમાત્ર બેઠક પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહકારિતા અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજી વખત બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

સમગ્ર ભારતની આ એકમાત્ર સીટ પર બિપીનભાઈની બિનહરીફ વરણી તેમની કાર્યક્ષમતા અને સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરની આ મહત્વની સંસ્થામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેતા સહકારી આગેવાનોમાં ખુશીનો માહોલ છે.

સતત બીજી વખત આ જવાબદારી મળવા બદલ રાજ્યના સહકારી અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.બિપીનભાઈ પટેલના અનુભવનો લાભ આગામી સમયમાં દેશના ખેડૂતો અને વેરહાઉસિંગ સેક્ટરને વધુ વેગવંતું બનાવવામાં મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…