ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી.
7.71 કિલો હાઈગ્રેડ કેનાબીસ ઝડપાયો
મુસાફરના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરતા તેમાં પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી કુલ 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ હાઈબ્રિડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે રૂ.8 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ
હાઈબ્રિડ ગાંજો સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો અને મોંઘો હોય છે, જેના કારણે વિદેશી બજારમાં તેની ભારે માંગ રહે છે. કસ્ટમ્સ અને DRI દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આરોપી મુસાફરની ધરપકડ કરીને આ ડ્રગ્સ સ્મગ્લિંગ નેટવર્ક પાછળ સંડોવાયેલા અન્ય લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






