ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે ચોથી T20Iમાં શાનદાર જીત, બોલિંગ લાઇન પ્રસંશનીય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચમાં 30 રનથી શ્રેષ્ઠ જીત મેળવી. ચમારી અટાપટ્ટુએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું, અને ભારતીય બેટ્સમેનોએ 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા.

ભારતીય બેટિંગમાં શેફાલી વર્મા 79 રન સાથે શાનદાર રહી, જ્યારે સ્મૃતિ મંધાના 80 રનના પ્રભાવશાળી ઇનિંગથી ટીમને મજબૂત સ્કોર પર પહોંચાડવામાં મદદ મળી. વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 16 બોલમાં 40 રન બનાવી ટીમની ઝડપથી રન બનાવવાની ક્ષમતા બતાવી. શ્રીલંકા માટે માલશા શેહાનીએ બેસ્ટ બોલિંગ કરીને 1 વિકેટ મેળવી.

ભારતની બોલિંગમાં વૈષ્ણવી શર્મા અને અરુંધતી રેડ્ડીએ 2-2 વિકેટ લઇ મેચને ભારતની તરફ દોરી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 37 બોલમાં 52 રન બનાવી, જ્યારે હસિની પરેરા 33 રન સાથે ટોચે રહી, પરંતુ બાકી ખેલાડીઓ ફેલ રહ્યા. અંતે શ્રીલંકા 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 191 રન બનાવી શકી.

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સતત ચોથી T20I મેચ જીતવામાં સફળ રહી છે અને ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહી છે. 2025ના ODI વર્લ્ડકપ પછી ભારતીય મહિલા ક્રિકેટર્સે T20 ક્રિકેટમાં પણ પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat Takes Lead In PM Modi’s Saptadhara Vision 2026: અમરેલીથી મુખ્યમંત્રીનું દેશપ્રેમસભર સંબોધન Monumental Growth

અમરેલી: Gujaratમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સમગ્ર પરેડ ગ્રાઉન્ડ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ જવાનોની શૌર્યભરી પ્રસ્તુતિઓએ ઉપસ્થિત નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બનાવી હતી. અમરેલી ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં **‘રાષ્ટ્રપ્રથમ’ અને ‘વિરાસતથી વિકાસ’**ના મંત્ર સાથે Gujaratની વિકાસયાત્રાને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં Gujarat આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય સાધી રહ્યું છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે.…

Surat : સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

surat સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. શહેરના એક ફાર્મ હાઉસમાં કથિત રીતે ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 8 યુવતી અને 14 યુવકો સહિત કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી બાદ ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને ત્યાં કઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં પાર્ટીની બાતમી પ્રાથમિક માહિતી મુજબ, પોલીસને સુરતના એક ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની માહિતી મળી હતી. આ સ્થળે કથિત રીતે દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. માહિતીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમ ફાર્મ…