અમેરિકાના ઉત્તર પૂર્વી પ્રદેશમાં ભારે બરફ અને હિમવર્ષા લોકોના જીવન પર અસરરૂપ બની છે. ક્રિસમસ પછી મુસાફરી કરી રહેલા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે પ્રતિકૂળ હવામાનના કારણે અસંખ્ય ફ્લાઈટ્સ રદ્દ અને મોડું થઈ ગઈ. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી રાજ્યમાં હવામાન કટોકટી જાહેર કરવામાં આવી છે.
ન્યૂયોર્કના ગર્વનર કેથી હોચુલે જણાવ્યું કે, “ન્યૂયોર્કવાસીઓની સલામતી મારી ટોચની પ્રાથમિકતા છે. દરેકને વાવાઝોડા દરમિયાન અત્યંત સાવધાની રાખવાની વિનંતી છે.” નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ન્યૂયોર્કમાં સિરાક્યુઝથી લોંગ આઈલેન્ડ સુધી 6 થી 10 ઈંચ બરફ પડ્યો હતો, જ્યારે ન્યૂયોર્ક સિટીમાં રાતોરાત 2 થી 4 ઈંચ બરફ પડ્યો હતો. હવામાન શાસ્ત્રી બોબ ઓરાવેકે જણાવ્યું કે હિમવર્ષા હવે બંધ થઈ છે અને હળવી હિમવર્ષા બપોર સુધીમાં પણ બંધ થઈ જશે.
ફ્લાઈટ્સ પર અસર:
– 14,400 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ અને મોડાં થયા
– લગભગ 2,100 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ
– અનેક એરપોર્ટ્સ અસરિત
આ હવામાનનો પ્રભાવ પ્રવાસીઓ અને એરપોર્ટ્સ પર હજુ પણ જોવા મળતો રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






