આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ

ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ માત્ર ‘વ્યૂ-ઓન્લી’ અથવા ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે જ કરી શકશે.

ઇન્સ્ટાગ્રામ પર લાઈક-કમેન્ટ પર પ્રતિબંધ
નવી ગાઈડલાઈન અનુસાર, આર્મીના સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, કમેન્ટ કે પોતાનું કન્ટેન્ટ શેર કરી શકશે નહીં. સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલાઇઝિંગ અથવા એક્ટિવ ભાગીદારી પર પ્રતિબંધ યથાવત રહેશે.

‘નિષ્ક્રિય ભાગીદારી’નો ઉદ્દેશ શું?
મીડિયા અહેવાલો મુજબ, ભારતીય સેના દ્વારા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોમાં ડિજિટલ જાગૃતિ વધારવાનો અને સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતીનું અવલોકન કરીને સુરક્ષાસંબંધિત ઇનપુટ એકત્રિત કરવાનો છે. સેના આ પ્રકારના ઉપયોગને ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે ઓળખાવે છે.

YouTube અને X (ટ્વિટર) માટે પણ સમાન નિયમ
ઇન્સ્ટાગ્રામ ઉપરાંત YouTube અને X (પૂર્વે ટ્વિટર) જેવા પ્લેટફોર્મ્સ પર પણ સૈનિકોને માત્ર કન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરવી, શેર કરવી અથવા પ્રતિક્રિયા આપવી મંજૂર નથી. જોકે, જો કોઈ ફર્જી, ભ્રામક અથવા શંકાસ્પદ પોસ્ટ નજરે પડે તો તેની માહિતી ઉપરી અધિકારીઓને આપી શકાશે.

અગાઉના નિયમો હતા વધુ કડક
ઉલ્લેખનીય છે કે 2019 સુધી ભારતીય સેનાના નિયમો અત્યંત કડક હતા અને સૈનિકોને કોઈપણ સોશિયલ મીડિયા ગ્રુપનો ભાગ બનવાની મંજૂરી નહોતી. બાદમાં 2020માં, સુરક્ષા કારણોસર સેના દ્વારા 89 મોબાઇલ એપ્લિકેશનો ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી હતી.

કેટલીક એપ્સને શરતો સાથે મંજૂરી
કડક નિયમો છતાં, ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ, X, LinkedIn અને ટેલિગ્રામ જેવી કેટલીક એપ્લિકેશનોનો ઉપયોગ શરતો અને દેખરેખ હેઠળ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સેના સમયાંતરે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરતી રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Khedbrahma Navratri Aatham Celebrations 2026: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આઠમનો ભવ્ય હવન.. Spiritual

ખેડબ્રહ્મામાં Aatham નિમિત્તે શ્રી અંબિકા માતાજી મંદિરે ભવ્ય હવનનું આયોજન, દર્શન માટે ઉમટ્યા ભક્તો ખેડબ્રહ્મામાં Aatham પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, અંબિકા માતાજીના દર્શન અને હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આઠમના પવિત્ર અવસરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે શ્રી અંબિકા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના દર્શન કરવા અને હવનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, શ્રદ્ધા અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આઠમના પવિત્ર દિવસે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર…

Central Government Diwali Festival Bonanza 2026: નવરાત્રિમાં કેન્દ્રના ૩ મોટા નિર્ણયો! જાણો તમને શું મળશે ફાયદો? Misconception..

નવરાત્રિમાં કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ! 11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, દિવ્યાંગ પેન્શન સહિત 3 મોટા નિર્ણયો Diwali Government Decisions 2026: તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો ચર્ચામાં છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ, EPFO હેઠળ સામાજિક સુરક્ષાનું કવરેજ વધારવા માટે પગાર મર્યાદામાં ફેરફાર અને દિવ્યાંગતા સંબંધિત પેન્શનના નિયમો જેવા મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાતથી લાખો પરિવારોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. જોકે, આ ત્રણેય મુદ્દાઓની સ્થિતિ અલગ છે. રેલવે બોનસ અંગે તાજેતરમાં મંજૂરીના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે EPFOની પગાર મર્યાદા અને દિવ્યાંગ પેન્શન અંગેના નિયમો માટે સંબંધિત સત્તાવાર જાહેરાત અને પાત્રતાની શરતો સમજવી જરૂરી…