મુસાફરો માટે નવી સુવિધા: GSRTCની બસમાં હવે ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા લાંબા રૂટની બસ મુસાફરીને વધુ સુખદ અને આરામદાયક બનાવવા માટે નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે ટ્રેનની માફક મુસાફરો એસ.ટી. બસમાં પણ ઓનલાઇન ફૂડ ઑર્ડર કરી શકશે.

કેવી રીતે કામ કરશે નવી સેવા
GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઓન ડીમાન્ડ ફૂડ’ સેવા માટે એજન્સીની નિમણૂંક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હાલનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ પહોંચાડવામાં આવશે.

મુસાફરો ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મારફતે જ ફૂડ માટે બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા પછી જ્યાં ફૂડ મેળવવું હોય ત્યાં પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવો જરૂરી રહેશે. ઉપરાંત, મુસાફરો એડવાન્સમાં પણ ફૂડ બુકિંગ કરી શકશે.

નિયમો અને શરતો
નક્કી કરાયેલ એજન્સી બસમાં તમાકું, બીડી, ગુટકા, નોન-વેજ અને પ્રતિબંધિત વસ્તુઓ સર્વ નહી કરી શકશે. જો ફૂડ સમયસર પહોંચાડવામાં ન આવે, તો એજન્સી પર 5 થી 10 હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. GSRTCની આ નવી સેવા મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે તાજા અને સારી ગુણવત્તાની ભોજન સુવિધા પૂરી પાડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મેઘરાજાનો બીજો રાઉન્ડ: IMDએ કરી આગાહી, આગામી ૩ દિવસ ગુજરાત માટે રહેશે ભારે.

ગુજરાતમાં મેઘતાંડવનું એલર્ટ: એકસાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય, IMDની મોટી આગાહી! ગાંધીનગર: ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યભરમાં આગામી થોડા…

575 કરોડના ડ્રગ્સ કેસમાં ભુજ NDPS કોર્ટનો કડક ચુકાદો, 18 પાકિસ્તાની સહિત 19 આરોપીઓને 20 વર્ષની સજા

કચ્છના દરિયાઈ માર્ગે ભારતીય જળસીમામાં ડ્રગ્સની હેરાફેરીના ત્રણ અલગ-અલગ કેસોમાં ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. દોષિતોમાં…