ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે.

હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ
કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે.

વક્ફ શું છે?
વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય દૃષ્ટિએ, વક્ફ એ ઇસ્લામમાં ધાર્મિક હેતુ માટે કોઈ વ્યક્તિની મિલકતનું એન્ડોમેન્ટ છે. વકીફા એટલે તે વ્યક્તિ જે પોતાની મિલકત વક્ફ તરીકે આપે છે. વક્ફ દ્વારા આપવામાં આવેલી મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના હેતુ માટે ઉપયોગ ન કરી શકાય.

ભારતમાં વક્ફની પરંપરા અને કાયદાકીય ઇતિહાસ
ભારતમાં વક્ફની પરંપરા ઇસ્લામના આગમન સાથે શરૂ થઈ, જે 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાય છે. સ્વતંત્રતા પછી 1954માં પહેલીવાર વક્ફ ઍક્ટ લાગુ કરવામાં આવ્યો, ત્યારબાદ 1995 અને 2013માં તેમાં સુધારા કરવામાં આવ્યા. 2024માં નવું વક્ફ બિલ રજૂ થયું, જે અંગે દેશભરમાં ચર્ચા અને વિરોધ થયો. 2025ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સંસદમાં JPC રિપોર્ટ અને સંશોધિત બિલ રજૂ કરવામાં આવ્યું અને મંજૂરી મળી.

વક્ફ બોર્ડની મિલકત અને મહત્વ
ભારતમાં દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે વક્ફ બોર્ડ કાર્યરત છે, જે વક્ફ મિલકતોનું સંચાલન કરે છે. વક્ફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે, જેના કુલ મૂલ્યનું અંદાજ રૂ. 1.2 લાખ કરોડ છે. આને કારણે વક્ફ બોર્ડ ભારતના સૌથી મોટા જમીનમાલિકોમાંના એક છે. સંચાલકીય ભૂલો અને કાયદાકીય વિવાદોના કારણે ઘણી વક્ફ મિલકતો કોર્ટમાં પહોંચી છે.

આ હાઈકોર્ટના ચુકાદાથી વક્ફ અને અન્ય ધાર્મિક ટ્રસ્ટો વચ્ચે કાનૂની સમાનતા સ્થાપિત થશે અને સંપત્તિ વિવાદોમાં કોર્ટ ફી ભરવી હવે ફરજિયાત રહેશે, જે વક્ફ મિલકતોના સંચાલનમાં વધુ પારદર્શિતા લાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…