UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ ગઈ હોય.

UPSC ચેરમેન અજય કુમારના જણાવ્યા મુજબ, દિલ્હી, કટક, પટના અને લખનૌ જેવા કેટલાક કેન્દ્રો ખૂબ ઝડપથી ભરાઈ જતા હવાલે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર મેળવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે દિવ્યાંગ ઉમેદવાર જ્યારે પોતાનું મનપસંદ કેન્દ્ર પસંદ કરશે, ત્યારે ક્ષમતા પૂર્ણ થઈ હોવા છતાં તે પસંદગી માન્ય ગણાશે.

કમિશન જરૂર પડે ત્યારે વધારાની બેઠકોની વ્યવસ્થા કરશે જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવારને કેન્દ્ર બદલવાનું દબાણ ન પડે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે સરકાર કડક, વાપસી માટે MEAનો એક્શન પ્લાન તૈયાર

ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને તેમને પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિદેશ…

તમિલનાડુમાં સત્તા માટે જોરદાર રાજકીય સંગ્રામ, AIADMKના ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને રાજકીય રીતે ગરમાઈ ગઈ છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK સરકાર બનાવવાના…