ગોવા નાઇટ ક્લબ કેસ: લૂથરા બ્રધર્સની રોહિણી કોર્ટે જામીન અરજી ફગાવી

ગોવાના ચર્ચિત Bitch by Romeo નાઇટ ક્લબમાં લાગેલી વિનાશક આગ કેસમાં રેસ્ટોરન્ટ માલિકો ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટે બંનેની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. 6 ડિસેમ્બરે થયેલી આ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા.

ગોવા પોલીસ: “લૂથરા બ્રધર્સે માસૂમોને ફસાવ્યા”
સુનાવણી દરમિયાન ગોવા પોલીસે કોર્ટને માહિતી આપી કે:
– લૂથરા બ્રધર્સે દાવો કર્યો હતો કે તેઓ ધંધા સાથે જોડાયેલા નથી અને ઘટનાના દિવસે દેશની બહાર જવાનું હતું.
– પરંતુ તપાસમાં ખુલ્યું કે સૌરભ લૂથરાએ FSSAI લાઇસન્સ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે પણ અરજી કરી હતી.
– GST રેકોર્ડ્સમાં ગૌરવ, સૌરભ અને અજય ગુપ્તાના નામ છે.
– ક્લબનું પંચાયત લાઈસન્સ સમાપ્ત થઈ ગયું હતું અને રિન્યૂ પણ નહોતું થયું.

આગ પછી તરત ફ્લાઇટ બુકિંગ, તપાસથી બચવાનો પ્રયાસ?
પોલીસના જણાવ્યા મુજબ:
– ઘટના બાદ લૂથરા બ્રધર્સે રાત્રે 1:15 વાગ્યે થાઇલેન્ડ જતી ફ્લાઇટ બુક કરી.
– પરિવારજનોએ પોલીસને તેમની લોકેશન વિશે કોઈ માહિતી આપી ન હતી.
– આથી સ્પષ્ટ થયું કે તેઓ તપાસ અને ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તેના આધારે:
– NBW (Non-Bailable Warrant) જારી થયું
– LOC બહાર પડ્યું
– 9 ડિસેમ્બરે બ્લુ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી.
– ક્લબમાં ફક્ત એક જ રસ્તો, ફાયર શો મંજૂર વગર — જાનહાનિનું મુખ્ય કારણ

તપાસમાં જાણવા મળ્યું કે ક્લબમાં:
– બહાર નીકળવા માટે માત્ર એક જ સંકડો રસ્તો હતો.
– ફાયર શો લૂથરા બ્રધર્સની મંજૂરીથી યોજાયો હતો.
– ગોવા પોલીસે કોર્ટને જણાવ્યું કે આ બેદરકારીને કારણે લોકો કેદ બની ગયા અને આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું.

લગાયો સદોષ માનવવધનો આરોપ
લૂથરા બ્રધર્સ પર IPC હેઠળ સદોષ માનવવધ (Culpable Homicide) નો કેસ નોંધાયો છે.
કેસની આગામી કાર્યવાહી નજીકથી દેખરેજ હેઠળ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    મમતા બેનર્જીનો મોટો દાવો: “હું ચૂંટણી હારી નથી, અમને હરાવવામાં આવ્યા છે”

    પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામો બાદ રાજ્યની મુખ્યમંત્રી Mamata Banerjee એ મોટું નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાવી દીધો છે. પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ…

    ગંગા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાતા 30થી વધુ લોકો ઘાયલ

    ઉત્તર પ્રદેશના Ganga Expressway પર ફરી એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. આજે સવારે લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી.…