રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા અધિકારીઓને ‘પ્રોફોર્મા પ્રમોશન’ નો લાભ આપવામાં આવ્યો છે. આ બઢતીઓનો અમલ 1 ડિસેમ્બર 2025 થી તાત્કાલિક અસરથી શરૂ થયો છે.

DG રેન્ક પર 2 અધિકારીઓને બઢતી
1. મનોજ શશિધર (IPS–1994)
હાલમાં CBI માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા મનોજ શશિધરને DG રેન્કમાં પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.

2. રાજુ ભાર્ગવ (IPS–1995)
હાલમાં રાજ્યમાં ADGP (Armoured Units) તરીકે સેવાઓ આપી રહેલા રાજુ ભાર્ગવને DG (Armoured Units) તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની વર્તમાન પોસ્ટને પણ ‘ex-cadre DG’ તરીકે અપગ્રેડ કરવામાં આવી છે.

IG રેન્ક પર 4 અધિકારીઓને બઢતી
1. દીપેન ભાદ્રાન
કેબિનેટ સચિવાલયમાં મહત્વની જવાબદારી સંભાળતા દીપેન ભાદ્રાનને IG રેન્કમાં બઢતી મળી છે.

2. સૌરભ તુલુંબિયા
કેન્દ્રમાં GAIL ખાતે Advisor (Security) તરીકે ફરજ બજાવતા સૌરભ તુલુંબિયાને IG રેન્ક મળ્યો છે.

3. પી.વી. રાઠોડ
CID (Crime) માં ફરજ બજાવતા પી.વી. રાઠોડને DIGમાંથી IG તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ ‘ex-cadre IG’ તરીકે અપગ્રેડ કરાઈ છે.

પ્રોફોર્મા પ્રમોશન શું?
આ બઢતીઓ IPS Pay Rules, 2016 ના Rule 6 હેઠળ આપવામાં આવી છે. આ નિયમ અનુસાર, જેમના બેચના અધિકારીઓને રાજ્યમાં બઢતી મળે છે, તેવા કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર રહેલા અધિકારીઓને પણ સમાન લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તમામ વહીવટી શરતો પૂર્ણ થતાં બઢતી અંગેના આદેશ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…