ગુજરાત પોલીસમાં મોટી ભરતી: PSIની 858 અને LRDની 12,733 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 3 થી 23 ડિસેમ્બર સુધી

ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે.

PSI કેડરમાં 858 જગ્યાઓ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
– બિન હથિયારી PSI — 659 જગ્યાઓ
– હથિયારી PSI — 129 જગ્યાઓ

LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ

LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે:
– બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942
– હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458
– હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002
– જેલ સિપાઈ (પુરુષ) — 300
– જેલ સિપાઈ (મહિલા) — 31
આ ભરતી અંગેની વિગતો (નિરજા ગોટરુ IPS), અધ્યક્ષ — ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તથા પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.

જાહેરાત 3 ડિસેમ્બર 2025ે OJAS પર અપલોડ થશે
ભરતી બોર્ડ દ્વારા જણાવાયેલ પ્રમાણે PSI અને LRD ભરતીની વિગતવાર જાહેરાત (Notification) તારીખ 03/12/2025ે OJAS વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે:
– વેબસાઈટ: ojas.gujarat.gov.in
– ઉમેદવારોએ જાહેરાતમાં આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
– અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી ફરજિયાત
– ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી રહેશે.
– ભરતી બોર્ડ જ્યારે માંગ કરશે ત્યારે આ પ્રિન્ટ રજૂ કરવી ફરજિયાત રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…