ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન દ્વારા ‘સ્નેહ મિલન 2025’નું ભવ્ય આયોજન

ચાંદલોડિયા, વંદેમાતરમ, કે એન સીટી, ગોતા, ત્રાગડ, જગતપુર, ચેનપુર, ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન, ‘ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન’ દ્વારા આયોજિત વાર્ષિક ‘સ્નેહ મિલન 2025’ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. હિતેશ ઠક્કર (રાણા)ના નેતૃત્વ હેઠળ, આ સંપૂર્ણપણે બિન-રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા, વંદેમાતરમ્ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

આ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં 1200થી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિયેશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જનસમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ


કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ, બિપીનભાઈ પટેલ ગોતા અને યુવા ઉદ્યોગપતિ ધ્રુવભાઈ પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

આ એસોસિયેશનનો ઉદ્દેશ્ય માત્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો છે. આ સંગઠન કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું ન હોવા છતાં, 300થી વધુ સોસાયટીના પ્રતિનિધિઓની આટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજરીએ સાબિત કર્યું કે નાગરિકોની સુખાકારી માટેનું નિષ્ઠાવાન કાર્ય કેટલું અસરકારક સાબિત થઈ શકે છે.

એસોસિયેશન વિસ્તારના સુધારા માટે 300થી વધુ સોસાયટીઓ અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને કાર્ય કરે છે.

એસોસિયેશનના નેતા *હિતેશ ઠક્કર (રાણા)*એ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ખાસ કરીને એસોસિયેશનના સફળ આયોજન પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા વિંગ (Woman Wing)ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા કાર્યકારી પ્રમુખ મોનાબેન પંચાલ અને સપનાબેન બોડાના એન્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

વધુમાં, તેમણે એસોસિયેશનની કોર ટીમના ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા, મહામંત્રી ડો રાજેશભાઈ સાનરિયા, વરિષ્ઠ મહામંત્રી જયદીપભાઈ ચોધરી અને પ્રશાંતભાઈ ગોસ્વામી સહિત સમગ્ર ટીમના અથાગ પ્રયાસોની સરાહના કરી હતી.

હિતેશભાઈએ આ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર સમર્થકો જયદીપભાઈ ચોધરી, દશરથભાઈ ઠાકોર, હર્ષ ભોજક અને જયેશભાઈ દેસાઈ, વિજયભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ સોલંકી, વિપુલભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ ભોજક, શૈલેષભાઈ પટેલે કરેલ તેમજ ભોજન વ્યવસ્થા અરવિંદભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ભાસ્કરભાઈ ઠક્કર અને પાર્થના પટેલ સોસાયટીની ટીમેં કરેલ.

અન્ય સેવામાં વિકીભાઈ બ્રહ્મભટ્ટ, પ્રજ્ઞેશભાઈ રાવલ, જયેશભાઈ પટેલ અને જયેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ પટેલ, મનીષભાઈ મેવાડા, નિલેશભાઈ કડિયા, જતીનભાઈ નાયક અને વિમલભાઈ ત્રિવેદીનો ફાળો અમૂલ્ય રહ્યો હતો.

અંતે, તેમણે એસોસિયેશનના દરેક સભ્યનો આભાર માન્યો હતો, જેમના સહકારથી આ ‘સ્નેહ મિલન 2025’ એક યાદગાર પ્રસંગ બન્યો.

આ ભવ્ય સફળતા ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટી એસોસિયેશનના વિસ્તારના નાગરિકોની એકતા, સહયોગ અને પોતાના વિસ્તારને વધુ સારો બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…