અમરેલી : કમોસમી વરસાદને લઈ ખાંભા-સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ, ધાતરવડી-2 ડેમ છલકાયો

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો ત્રાટકો યથાવત રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા બાદ હવે ખાંભા તેમજ સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ વધ્યો છે.

જાફરાબાદ અને રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ પીપાવાવ પોર્ટ અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. હવે ખાંભા અને સાવરકુંડલા તાલુકાઓમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતાં તળાવ-નાળાં છલકાયા છે. સાવરકુંડલા, પીઠવડી, મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, શેલણા સહિતના ગામોમાં વરસાદ ખાબકતા ગામજનોમાં હર્ષ અને ચિંતા બંને ભાવનાઓ જોવા મળી રહી છે.

ખાંભા ગીર વિસ્તારમાં સતત છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્રાકુડા, શ્યામગઢ, મોટા બારમણ, નિંગાળામાં સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં શ્યામગઢની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતવર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

ધાતરવડી-2 ડેમ છલકાયો, એલર્ટ જાહેર
ભારે વરસાદને કારણે અમરેલીનો ધાતરવડી-2 ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં આશરે 5400 ક્યુસેક પાણીની આવક થતા અધિકારીઓએ ડેમના બે દરવાજા ખોલી પાણી છોડ્યું છે. પરિણામે નીચાણવાળા નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા અને ભેરાઇ સહિતના ગામોમાં લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

હાલમાં હવામાન વિભાગે આગામી 24 કલાક માટે અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સતત વરસતા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…

હિમાચલમાં હિમવર્ષાનું રૌદ્ર સ્વરૂપ: રોહતાંગ અને અટલ ટનલ પર 5 ફૂટ બરફ, IMD દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરના કારણે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિએ અનેક પર્યટન સ્થળોએ ભારેથી…