ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે.

માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે.

તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…