પાકિસ્તાની હુમલામાં 3 અફઘાન ક્રિકેટરોના મોત, પાક સેનાએ પક્તિકામાં કર્યો બોમ્બમારો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશો શુક્રવારે પરસ્પર સંમતિથી 48 કલાકનો યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા.પરંતુ થોડા કલાકો પછી, તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો . પાકિસ્તાને ડ્યુરન્ડ લાઇનને અડીને આવેલા પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ત્રણ અફઘાન ક્રિકેટરો પણ માર્યા ગયા.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પાકિસ્તાન હુમલામાં તેના ત્રણ ક્રિકેટરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લામાં બની હતી, જ્યાં પાકિસ્તાની દળોના હુમલામાં અફઘાન ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂન સહિત આઠ લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર, ખેલાડીઓ પક્તિકાની રાજધાની શરણામાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા ગયા હતા. ઘરે પરત ફર્યા પછી, ઉર્ગુન જિલ્લામાં એક મેળાવડા દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો.

એસીબીએ આ ઘટનાને અફઘાન રમતગમત અને ક્રિકેટ સમુદાય માટે એક મોટું નુકસાન ગણાવ્યું. બોર્ડે શહીદોના પરિવારો અને પક્તિકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ દુ:ખદ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં રમાનારી આગામી ત્રિકોણીય T20 શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થતો હતો.

બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ્લાહ (SWT) શહીદોને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જો આપે, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય અને આ મુશ્કેલ સમયમાં પરિવારોને ધીરજ અને શક્તિ આપે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Khedbrahma : ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Easy Transit 2026

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-Khedbrahma વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Khedbrahmaમાં યોજાતા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના Ahmedabad મંડળ દ્વારા અસારવા અને Khedbrahmaવચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. ભાદરવી પૂનમના પ્રસંગે Khedbrahma ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે રેલવે દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. -> શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ટ્રેન : Khedbrahma ખાતે યોજાતા ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ખાસ…