ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ માટે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અધિકારીઓના હાલના કાર્યક્ષેત્રનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

IAS અધિકારીઓના નામ – બિહારમાં ફરજ માટે નિયુક્ત
બિહારમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવેલા અધિકારીઓનાં નામો નીચે મુજબ છે:
– વિજય નેહરા
– મિલિન્દ તોરવણે
– ડો. રાહુલ બી. ગુપ્તા
– રાજેશ માંજુ
– રાજકુમાર બેનિવાલ
– આલોક કુમાર પાંડે
– સંદિપ સાંગ્લે
– ડો. ધવલ પટેલ
– નાગરાજન એમ.
– વી.જે. રાજપૂત
– હર્ષિત પી. ગોસાઈ

અધિકારીઓના ચાર્જ સોંપાયો બીજા અધિકારીઓને
ઉપરોક્ત અધિકારીઓની જગ્યાએ તેમના વિભાગનો ચાર્જ નીચેના અધિકારીઓને આપવામાં આવ્યો છે:
– ડો. રાજેન્દ્ર કુમાર
– સંજીવ કુમાર
– બી.એ. શાહ
– રેમ્યા મોહન
– જેનું દેવન
– પ્રભવ જોશી
– આઈ.આર. વાળા
– પી. સ્વરૂપ
– ડો. રતનકંવર ગઢવીચારણ
– કુ. આઈ. વી. પટેલ
– વી.કે. જાદવ
– નીતિન સાંગવાન

ચૂંટણી કામગીરી માટે તંત્ર તત્પર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે આવી ઉચ્ચ કક્ષાની નિમણૂકો કરવામાં આવે છે. ગુજરાતના IAS અધિકારીઓની નિમણૂંક એ દર્શાવે છે કે રાજ્યના અધિકારીઓ પર વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા બાબતે કેન્દ્ર સરકારનો વિશ્વાસ છે.

બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 11 IAS અધિકારીઓની નિમણૂક રાજ્ય માટે ગૌરવની વાત છે. આ નિમણૂક તેમની કામગીરી અને તટસ્થતા માટેની ઓળખ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…