હિમાચલમાં ભૂસ્ખલનથી અકસ્માત: રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, આર્થિક સહાયની જાહેરાત

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા હોવાની આશંકા છે.

દુર્ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને એનડીઆરએફ ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડીસી રાહુલ કુમારએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ત્રણ લોકોને જીવતાણે બચાવવામાં આવ્યા છે.”

PM મોદીએ જાહેર કરી આર્થિક સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “હિમાચલના બિલાસપુરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. મારી સંવેદના અસરગ્રસ્ત પરિવારો સાથે છે.”
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, મૃતકના પરિવારોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની સહાય PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ)માંથી આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શોક સંદેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “બિલાસપુરમાં થયેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા જે ખૂબ જ દુઃખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઈજાગ્રસ્તોને જલદી સ્વસ્થતા મળે તેવી કામના.”

મુખ્યમંત્રીએ આપ્યો સહયોગનો વિશ્વાસ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, “રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે છે અને તેમને તમામ રીતે મદદ કરવામાં આવશે.”

Related Posts

‘વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અપશબ્દો સ્વીકાર્ય નથી’: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા Gen-Z આંદોલનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અને સરકાર કે કોઈ મુદ્દા સામે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો સંપૂર્ણ લોકતાંત્રિક અધિકાર છે. જોકે, વિરોધના નામે અભદ્ર ભાષા, ગાળાગાળી અથવા કોઈના પરિવારને નિશાન બનાવતી ટિપ્પણીઓ કરવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને અનુરૂપ નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્ય પ્રદેશના કટની જિલ્લાના પ્રવાસે છે. કટનીના કુઠલા વિસ્તારમાં તેમના શિષ્યો દ્વારા નિર્મિત નવા ‘બાગેશ્વર બાલાજી’ મઠના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વર્તમાન સામાજિક વાતાવરણ, યુવાનોની ભૂમિકા અને શાંતિપૂર્ણ વિરોધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિરોધ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક વ્યક્તિને…

કેરળ, ગુજરાત, હિમાચલ અને રાજસ્થાનમાં ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન, વરસાદે મચાવ્યો કહેર

કેરળ સાથે દેશભરમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ કેરળમાં સતત ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનના બનાવોએ ભારે જાનહાનિ સર્જી છે, તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ગાજવીજનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. કેરળમાં ભારે વરસાદથી આફત, 8 લોકોના મોત કેરળમાં શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ હોવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *