CBSE બોર્ડ પરીક્ષા 2026નું ટેન્ટેટીવ શેડ્યૂલ જાહેર, જાણો ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિષે

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટેન્ટેટિવ ડેટ શીટ (ટંકાવાર સમયપત્રક) જાહેર કરી છે. CBSE દ્વારા મળેલ માહિતી મુજબ, બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ શકે છે અને 15 જુલાઈ 2026 સુધી ચાલી શકે છે.

ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની શક્યતા છે. 26થી વધુ દેશોમાં CBSE પરીક્ષા યોજાશે. અંદાજે 45 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડ પરીક્ષા આપશે. 204થી વધુ વિષયોમાં પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ માટે આ સમયપત્રક શૈક્ષણિક આયોજન, મૂલ્યાંકન તથા વહીવટ માટે સહાયક બનશે.

કયા પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવશે?
– મુખ્ય બોર્ડ પરીક્ષા: ધોરણ 10 અને 12 માટે
– રમતગમત વિષયની પરીક્ષા: ધોરણ 12 માટે
– બીજી બોર્ડ પરીક્ષા: ધોરણ 10 માટે
– પૂરક (Supplementary) પરીક્ષા: ધોરણ 12 માટે

ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કેવી રીતે કરશો?
વિદ્યાર્થીઓ cbse.gov.in વેબસાઇટ પરથી CBSE Board Exam 2026 Date Sheet PDF ડાઉનલોડ કરી શકે છે. અહીંથી તેમને વિષયવાર અને તારીખવાર માહિતી ઉપલબ્ધ થઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે શું ફાયદો?
– CBSE એ આ ડેટશીટ ટેમ્પોરરી (ટેન્ટેટિવ) રીતે જાહેર કરી છે જેથી:
– વિદ્યાર્થીઓ પહેલાંથી તૈયારી શરૂ કરી શકે.
– શાળાઓ એકેડેમિક કેલેન્ડર સુધારી શકે.
– શિક્ષકો પણ મૂલ્યાંકન અને અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે યોગ્ય આયોજન કરી શકે.

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *