મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા

બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે જણાવ્યું હતું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતલ ગામમાં આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે.

સેનાના જણાવ્યા અનુસાર, “ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.” સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને ‘કેલિબ્રેટેડ’ એટલે કે આયોજનબદ્ધ અને ચોક્કસ તરીકે વર્ણવવામાં આવી છે.

સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *