ન્યાયાધીશ બી.આર. ગવઈના મહત્વના પાંચ ચુકાદાઓ: નોટબંધીથી લઈને બુલડોઝર ન્યાય સુધી

ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું ન્યાયક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઘણી બંધારણીય બેન્ચનો ભાગ બનીને ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમની સીધી અસર દેશના નાગરિક જીવન અને રાજકીય વ્યવસ્થા પર પડી છે.

  1. નોટબંધીને કાયદેસર ઠેરવ્યો 8 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારે ચલણ રદ કરવાની નોટબંધી જાહેર કરી હતી. આ નિર્ણય સામે 50થી વધુ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ હતી. બંધારણીય બેન્ચે ચાર વિરુદ્ધ એકના બહુમતીથી નોટબંધીને યોગ્ય ઠેરવી. જસ્ટિસ ગવઈએ પોતાના નિર્ણયમાં જણાવ્યું કે નોટબંધી રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે સંમતિથી લેવાયેલો નિર્ણય હતો, તેથી તે કાયદેસર છે.
  2. કલમ 370ને રદ્દ કરવાનો નિર્ણય 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. આ નિર્ણય સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ સભ્ય બેચે સુનાવણી કરી. 11 ડિસેમ્બર 2023ના રોજ આપવામાં આવેલા નિર્ણયમાં કલમ 370ને હટાવવાનો નિર્ણય સર્વાનુમતે કાયદેસર ગણાયો. જસ્ટિસ ગવઈ પણ આ નિર્ણાયક બેચનો ભાગ હતા.
  3. ચૂંટણી બોન્ડ રદ કરાયા 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્ય બેચે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા. જસ્ટિસ ગવઈએ પોતાના તર્કમાં જણાવ્યું કે મતદારોને જાણવાની અધિકાર ઉપર આ યોજના ગેરફાયદાકારક હતી. એસબીઆઈને તમામ માહિતી ચૂંટણી પંચને આપવાનો આદેશ આપાયો.
  4. અનામતમાં પેટા-શ્રેણી માન્ય 2 ઓગસ્ટ 2024ના રોજ SC/ST સમુદાયમાં પેટા-શ્રેણીને અનામતમાં માન્ય ગણાવતી છ વિરુદ્ધ એકની બહુમતીનો ચુકાદો આવ્યો. જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે અનામતમાં ક્રીમી લેયર જેવી જોગવાઈ OBCની જેમ SC/ST માટે પણ લાગૂ પડવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર કોઈ એક જાતિને અનામત આપવા માટે સંપૂર્ણ અધિકાર ધરાવતી નથી.
  5. બુલડોઝર ન્યાય અંગે માર્ગદર્શિકા 14 નવેમ્બર 2024ના રોજ જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું કે ગુનો સાબિત થયા વિના કોઈની મિલકત તોડી પાડવી અન્યાયી છે. કોર્ટે કહેલું કે તોડફોડ પહેલા ઓછામાં ઓછી 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે. રજિસ્ટર્ડ પોસ્ટ અને ઈમેઇલ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

  • Related Posts

    2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

    લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

    અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

    અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *