“જય ભીમ”નો નાદ: મુખ્ય ન્યાયમૂર્તિ ગવાઈએ ન્યાયપાલિકા માટે લખ્યો નવો પર્વ

પંકજ મકવાણા – અમદાવાદ 14 મે 2025નો દિવસ ભારતીય ન્યાયપાલિકા માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહ્યો. દેશના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા બાદ બી.આર. ગવાઈએ જ્યારે વકીલના અભિવાદન પર “જય ભીમ” કહી જવાબ આપ્યો, ત્યારે એ માત્ર વ્યક્તિગત ઓળખનો અભિવ્યક્તિ નહોતો – એ હતો ન્યાયપાલિકા દ્વારા દલિત સમુદાય તરફ પહેલા વખતનો ખુલ્લો સાથ.

 

ભારત જેવા દેશમાં જ્યાં જાતિના આધાર પર શોષણનો ઇતિહાસ લાંબો છે, ત્યાં “જય ભીમ” એક નારું નહીં – એક વિચારધારાનો રણઘોષ છે. ગવાઈ એ દેશના માત્ર બીજા અનુસૂચિત જાતિના મુખ્ય ન્યાયમૂર્તિ છે, પણ તેમના આ સાહસિક અભિવ્યક્તિએ સંદેશો આપ્યો કે ન્યાય હવે તટસ્થતાની ઓટમાં દબાયેલા ભેદભાવ પર ચુપ નહીં રહેશે.

 

અહીં પ્રશ્ન ‘રાજકીયતા’નો નથી. અહીં મુદ્દો છે ‘મૂલ્યવાદ’નો. “જય ભીમ” કહેવું એ માત્ર નમસ્કાર આપવો નહિ, એ કહેવું છે કે આ પદ પર બેઠેલી વ્યક્તિ તેના મૂળ સાથે જોડાયેલ છે – અને એ મૂળ કરોડો દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આવો અવાજ પહેલા કદી સુપ્રીમ કોર્ટના મંચ પરથી આવ્યો નહોતો. આ અવાજે બતાવ્યું કે ન્યાયમંદિર હવે માત્ર ધ્વનિવિહિન ધર્મસ્થળ નહિ, પણ ભાવના ભરેલી સંસ્થા બની શકે છે – જ્યાં “ન્યાય” હવે વ્યાકરણ નહીં, સંવેદનાનો સૂર છે. બી. આર. ગવાઈએ માત્ર ‘શપથ’ નથી લીધો – તેમણે દલિતો અને અવગણિત વર્ગો માટે ન્યાયની નવી દિશાની શરૂઆત કરી છે.અને આ શરૂઆત શરૂ થાય છે એક અનોખા સંકેતથી – “જય ભીમ!

Related Posts

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *