ભારતનો કાઉન્ટર એટેક: સલાલ ડેમના દરવાજા ખોલાતા POKમાં પૂરની શક્યતા, પાકિસ્તાનમાં ફફડાટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હાલ સ્થિતી યુદ્ધસમાન બની ગઈ છે. પાકિસ્તાનના ડ્રોલ અને મિસાઇલ હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે હવે માત્ર સુરક્ષા નથી, પણ પાણીની નીતિમાં પણ આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકી રાખવા માટે ભારતીય રાષ્ટ્રપતિએ અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવાનું મોટું પગલું ભર્યું હતું. હવે એના અનુસંધાનમાં, ભારતે ચિનાબ નદી પર આવેલા રિયાસીના સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલી દીધા છે, જેના કારણે પીઓકે (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)માં પૂર આવવાની શક્યતા વધી ગઈ છે.

 

શું છે સલાલ ડેમને ખોલવાનો અર્થ?:- અત્યારે સુધી ભારતે આ ડેમના દરવાજા બંધ રાખીને પાકિસ્તાન તરફ પાણી છોડતું ન હતું. પણ હવે, જ્યારે ભારતે જણાવ્યું છે કે “જળ સંધિ હવે લાધુ નથી”, ત્યારે પાણી છોડવાનો સંપૂર્ણ નિર્ણય ભારતના હાથે છે. ડેમના દરવાજા ખોલાતા પીઓકેના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા વધી ગઈ છે.

 

પાકિસ્તાનમાં ભયનો માહોલ:- 8 મેની ભારતીય જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનના ઘણા શહેરોમાં ભય અને અફરાતફરી છે. સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને લોકોએ પીઓકેના વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરી દીધું છે.

 

ભારતની મજબૂત પોઝીશન:- ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે હવે પાણી છોડવું કે નહીં એ ભારત નક્કી કરશે.

રામબનમાં બગલીહાર ડેમને પણ ગમે ત્યારે ખોલી અને બંધ કરી શકાય તેવો અધિકાર ભારતે વાપરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન હવે ભારત સામે કંઇ કહી પણ નથી શકતું, કારણ કે જળ સંધિ હવે માન્ય નથી.

શું થશે હવે?:- ભારતના આ પગલાંથી પાકિસ્તાનના લોકોના કઠિન દિવસો શરૂ થઈ શકે છે. ના માત્ર તેનાં દાવાઓ ફેઇલ થયા છે, પરંતુ હવે પાણી જેવી અતિમહત્વની બાબતમાં પણ તે ભારત પર આધારિત રહી ગયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે,…

બરેલીના મૌલાનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી, કહ્યું: “અન્ય ધર્મોનું અપમાન નહીં”

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મુસ્લિમ ધર્મગુરુઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, બરેલીના પ્રખ્યાત મૌલાના શહબુદ્દીન રઝવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *