OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે.

ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો.

પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.”

ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની દૈનિક હવાઈ વાહન વ્યવહાર પર પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *