US: માહિતી લીક મામલે પામ બોન્ડીનું નિવેદન, પત્રકારો માટે બનાવાયા નવા કડક નિયમો

યુનાઇટેડ સ્ટેટ્સ ન્યાય વિભાગે હવે માહિતી લીક સામે વધુ આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ નવા નિયમોની ઘોષણા કરી છે, જેનાથી પત્રકારો અને મીડિયા સંસ્થાઓ પર વધુ જવાબદારી મૂકાઈ છે. નવા નિયમો મુજબ, સરકારથી સંકળાયેલી ગુપ્ત માહિતી લીક થવાના મામલાઓમાં હવે પત્રકારોને સમન્સ, પૂછપરછ અને શક્ય તેટલી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

શું છે નવા નિયમોમાં ખાસ?
– હવે જો માહિતી લીક થઈ હોય તો પત્રકારોને તેમની જાણકારીઓ (સોર્સ) અંગે પૂછપરછ કરવામાં આવશે.
– સમાચાર સંસ્થાઓને સમન્સ કે સર્ચ વોરંટ મળવાની શક્યતા રહેશે.
– ખાસ વાત એ છે કે તપાસ પહેલાં પત્રકારોને જાણ કરી શકાશે, જેથી તેમના કાર્યમાં ઓછામાં ઓછી વિઘ્ન આવે.
– જરૂર પડ્યે કોર્ટમાં હાજરી આપી જુબાની આપવી પણ પડી શકે છે.

પામ બોન્ડીનું નિવેદન: “ગુપ્તતા ભંગ સહન નહિ કરવામાં આવે”
પામ બોન્ડીએ જણાવ્યું કે, “અમે એવી કોઈપણ લીક સહન નહીં કરીએ, જે રાષ્ટ્રની સુરક્ષા કે સરકારની કામગીરીને નુકસાન પહોંચાડે.” તેમનું માનવું છે કે સરકારી ગુપ્તતા જાળવવી અને અનધિકૃત માહિતી જાહેર થતી અટકાવવી હવે ખૂબ જ જરૂરી બની ગયું છે.

2021ની નીતિ હવે રદ
આ પહેલ પહેલાં 2021માં બિડેન પ્રશાસનમાં એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે પત્રકારોની રક્ષા માટે એક નીતિ અમલમાં મૂકી હતી, જેમાં આવી કાર્યવાહી પરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે એ નીતિને નાબૂદ કરી દેવામાં આવી છે અને મીડિયાને પણ જવાબ આપવો પડશે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

Related Posts

NEET-UG પુનઃપરીક્ષા માટે NTAની નવી માર્ગદર્શિકા: ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા જાહેર

National Testing Agency દ્વારા NEET-UG પુનઃપરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 21 જૂન, રવિવારે યોજાવાની છે, જેમાં ડ્રેસ કોડ, સુરક્ષા તપાસ અને પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *