બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

હુમલા બાદ સુરતના શૈલેષ કાલથિયા (44) નું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. શૈલેષ મૂળ અમરેલીના રહેવાસી હતો, પરંતુ તેનો પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો. બેંકની નોકરીને કારણે તે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતો હતો. મંગળવારે તેમનો જન્મદિવસ હતો, જેની ઉજવણી માટે તેઓ તેમની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે કાશ્મીર ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં ઘોડેસવારી કરતી વખતે આતંકવાદી હુમલામાં શૈલેષનું ગોળી મારીને મોત થયું હતું. તેની પત્ની અને બાળકો સુરક્ષિત છે.

દરમિયાન, બુધવારે સવારે, સુરક્ષા દળોએ ભાવનગરના કાલિયાબીડના રહેવાસી યતીશભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત (17) ના મૃત્યુની પુષ્ટિ કરી. આ હુમલામાં બંને ઘાયલ થયા હતા. યતીશભાઈ હેર સલૂન ચલાવતા હતા, જ્યારે સ્મિત 11 મા ધોરણનો વિદ્યાર્થી હતો. ભાવનગરથી 20 લોકોનું એક જૂથ જમ્મુ અને કાશ્મીર ગયું હતું, જેમાં યતીશભાઈ, તેમના પત્ની કાજલબેન અને સ્મિતનો સમાવેશ થતો હતો.

મંગળવાર સાંજથી તેમનો સંપર્ક તૂટી ગયો હોવાનું કહેવામાં આવ્યું હતું. કાજલબેન તો સુરક્ષિત મળી આવ્યા, પણ યતીશભાઈ અને સ્મિતનું મોત નીપજ્યું. પરિવારના જણાવ્યા મુજબ, તે મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે શ્રીનગર ગયો હતો અને પછી પહેલગામની યાત્રા માટે ગયો હતો.

આ પણ વાંચો: આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શું કહ્યું પ્રવક્તા મંત્રીએ
ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે. બાકીના પ્રવાસીઓને ટૂંક સમયમાં સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત ATSની મોટી સફળતા: સિદ્ધપુરથી 5 શંકાસ્પદોની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેક્શનની તપાસ તેજ….

B ઇન્ડિયા સિદ્ધપુર : ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રવિવારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક કથિત આતંકવાદી નેટવર્કની તપાસ ચાલી રહી…

📊 “GST અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા નક્કી કરશે બજારની આગામી દિશા.”

GST વસૂલાત અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પર વેપાર જગતની નજર   દેશની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવામાં GST વસૂલાત અને **ઔદ્યોગિક ઉત્પાદન (Industrial Production)**ના આંકડાઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કારણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *