હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે.

ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો
ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા નામની વ્યક્તિએ હની ટ્રેપમાં ફસાવવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પદ્મિની બા અને તેમના પુત્ર સાથે અન્ય ત્રણ સહિત કુલ પાંચ લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

પદ્મિનીબા વાળાએ આરોપો ફગાવ્યા હતા
60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે, તેજલ છૈયા નામની યુવતી દ્વારા પોતાનાં પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી, મકાન પચાવી પાડવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *