Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત

શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.

અકસ્માત કેવી રીતે બન્યો?
મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું.

ચાલક ઘટના સ્થળ પરથી ફરાર
અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીકના CCTV ફૂટેજની મદદથી પોલીસ આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

શગુફતા ખોખર નમ્ર અને ફરજશીલ અધિકારી તરીકે ઓળખાતા હતાં. તેમના અવસાનથી કૃષિ વિભાગમાં ગમગીનીનું માહોલ છવાઈ ગયું છે. સહકર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે તેઓ અત્યંત નમ્ર સ્વભાવ અને સમાજપ્રતિ જોડાયેલા કર્મઠ અધિકારી હતાં.

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *