ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી, ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન, આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.

ટ્રમ્પના ટેરિફને લઈને શેરબજારમાં હાહાકાર મચ્યો હતો અને વૈશ્વિક મંદીની આશંકા વધી હતી એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલ ‘યુ-ટર્ન’ છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું, “મેં 90-દિવસના પોઝને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10% કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરકારક છે.”

ચીને અમેરિકા પર 84% વધારાનો ટેરિફ લાદ્યો
અમેરિકા-ચીન વેપાર તણાવ વચ્ચે ટ્રમ્પનું આ અત્યાર સુધીનું સૌથી આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “વિશ્વ બજારો પ્રત્યે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા અનાદરના જવાબમાં, અમેરિકા હવે 125% ડ્યુટી વસૂલશે. ચીને સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોનું શોષણ હવે સહન કરવામાં આવશે નહીં.”

બુધવારે અગાઉ, ચીને પણ અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પરનો ટેક્સ વધારીને 84 ટકા કર્યો હતો, જે પહેલા 34 ટકા હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ પગલાની ટીકા કરી અને કહ્યું કે તે તેના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે નક્કર અને મજબૂત પગલાં લેશે.

ભારત સહિત 75 દેશોને રાહત
હાલમાં અમેરિકાના આ ટેરિફ અભિયાનમાં ભારત સહિત 75 દેશોને રાહત મળી છે. આ દેશો પર નવા ટેરિફ દરો લાગુ થશે નહીં અને તેમને 90 દિવસની છૂટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી ફક્ત 10% ફી લેવામાં આવશે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે જણાવ્યું હતું કે મેક્સિકો અને કેનેડાને 10% ટેરિફ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમને રાહત આપશે.

કયા દેશ પર કેટલો ટેરિફ લાદવામાં આવ્યો હતો ?
ટ્રમ્પે શરૂઆતમાં ઘણા એશિયન દેશો પર 30 ટકાથી લઈને 45 ટકા સુધીના ટેરિફ લાદ્યા હતા. આમાં ભારત પર 26 ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે વિયેતનામથી આયાત થતા માલ પર 46%, યુરોપિયન યુનિયન પર 20%, સ્વિટ્ઝર્લૅન્ડ પર 31% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

Related Posts

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *