ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા ! જાણો રાજ્યના જળાશયોની શું છે સ્થિતિ

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ છે જેમાંથી ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 7 એપ્રિલ- 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84 ટકા જળ સંગ્રહ હતો. આ વર્ષે ઉનાળાની સીઝનમાં રાજ્યના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા વિગતો આપતાં કહ્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુઝલામ સુફલામ્ જળ સંચય અભિયાન,નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયનું આ મહાઅભિયાન તા. 4 એપ્રિલ થી 31 મે-2025 સુધી રાજ્યભરમાં યોજાશે.

મંત્રીએ વર્તમાનમાં રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 61.95 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62 ટકાથી વધુ જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.21 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 41 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.95 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

જાણો જળાશયોની સ્થિતિ
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલું મચ્છુ-3 જળાશય હાલમાં પણ 100 ટકાથી વધુ ભરાયેલું છે. જ્યારે 21 જળાશયો 70 થી 100 ટકા, 44 જળાશયો 50 થી 70 ટકાથી વધુ, 74 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. માત્ર 67 જળાશયો એવા છે જેમાં 25 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 2,505, વણાકબોરી ડેમમાં 3,700 તેમજ કડાણા ડેમમાં 1,742 કયુસેક પાણીની આવક ચાલુ છે. ઉનાળા દરમિયાન રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવશે તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Facebook:
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *