Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.”

કયા બની ઘટના ?
કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે (OPP) જણાવ્યું હતું કે રોકલેન્ડના લાલોન્ડે સ્ટ્રીટ નજીક બપોરે 3 વાગ્યાની આસપાસ ઘટના ઘટી. શુક્રવારે, સીટીવી ન્યૂઝ અનુસાર. આ ઘટના ઓટાવાના શહેરથી આશરે 40 કિલોમીટર પૂર્વમાં બની હતી.

ભારતીયમાં ભારે રોષ
Canadaમાં ધર્મેશ નામના યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો અને તેમની પત્ની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ધર્મેશનું હુલમાં મોત થયું છે. આ ઘટનાને લઈને ભારતીયમાં ભારે રોષ જોવા મળ્યો છે. Canadaમાં ભારતીય પર સતત હુમલાથી અનેક સવાલો ઉઠયા છે. બીજી તરફ હુમલાખોરે યુ ઇન્ડિયન કહી યુવક પર છરી વડે હુમલો કર્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *