25 April World Malaria Day: શા માટે ઉજવાય છે મેલેરિયા દિવસ, જાણો અહીં સંપૂર્ણ વિગત

દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day 2025) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ વિશ્વભરમાં મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો અને આ ઘાતક રોગના નિયંત્રણ માટે સમૂહ પ્રયાસો તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

શું છે મેલેરિયા?
મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાતા પ્લાસમોડિયમ નામના પરોપજીવીના કારણે થતું રોગ છે. આ મચ્છર ડંખ મારી શરીરમાં પરોપજીવી છોડે છે, જે પહેલાં લીવર સુધી પહોંચે છે અને ત્યાંથી લોહીમાં પ્રવેશ કરીને લાલ રક્તકોશિકાઓને નુકસાન પહોંચાડે છે.

લક્ષણો:
– ઊંચો તાવ અને ઠંડી લાગવી
– માથાનો દુખાવો
– ઉબકા, ઉલટી, ઝાડા
– સ્નાયુ દુખાવા
– એનિમિયા
– ગંભીર સ્થિતિમાં ખૂન ઓછું થવું, અંગો ફેઈલ થવા લાગવો, કોમામાં જવું

મેલેરિયાનું ઘાતક સ્વરૂપ
મેલેરિયાની યોગ્ય અને સમયસર સારવાર ન થાય તો તે મગજ, ફેફસાં, કિડની, લિવર જેવા અગત્યના અંગોને અસર કરી શકે છે. કેટલાક કેસોમાં મૃત્યુ પણ થવાની શક્યતા રહે છે.

મેલેરિયા રોકવા શું કરવું?
– મચ્છરોના પ્રજનનને અટકાવો (સ્થિર પાણી ન રાખવું)
– મચ્છરદાનીનો ઉપયોગ કરો
– ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકનો છંટકાવ કરો
– સફાઈ રાખવી – કૂડા, નિકાસી ગટરો, પાણીની ટાંકી ઢાંકી રાખવી
– કુલર, ટાયર, કુંડા વગેરેમાં પાણી ન જમા થવા દેવું

ઘરેલું ઉપાય:
લીમડાના પાનનનો ઉકાળો: રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ
ગિલોય: તાવ ઘટાડે અને ઈમ્યુનિટી વધારવા સહાયક
કોથમીરનો ઉકાળો: તાવ અને થાકમાં રાહત આપે

ઈતિહાસ અને મહત્વ
વિશ્વ મેલેરિયા દિવસની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. પહેલાં આફ્રિકામાં ‘આફ્રિકા મેલેરિયા દિવસ’ ઉજવવામાં આવતો, જેને બાદમાં WHOએ વૈશ્વિક સ્તરે મેલેરિયા અંગે જાગૃતિ માટે “World Malaria Day” તરીકે માન્યતા આપી. આ દિવસનો હેતુ મેલેરિયાથી થતાં લાખો મોત સામે લડવા માટે નાગરિકો, આરોગ્ય સંગઠનો અને સરકારને એકત્રિત કરવાનો છે.

આ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ 2025ની થીમ છે:
દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025ના વિશ્વ મેલેરિયા દિવસની થીમ છે , “મેલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છેઃ પુનઃ રોકાણ કરો, ફરી કલ્પના કરો, પુનઃ પ્રજ્વલિત થાઓ”.

મેલેરિયા સામે લડાઈમાં માત્ર આરોગ્ય તંત્ર નહિ પણ દરેક નાગરિકની ભૂમિકા અગત્યની છે. 2030 સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બનાવવાનો લક્ષ્ય છે, જે તબક્કાવાર સાફસફાઈ, જાગૃતિ, અને સરકારી સહયોગથી જ શક્ય છે. મેલેરિયાથી બચવું શક્ય છે, જો આપણે સૌ એકસાથે પ્રયાસ કરીએ. આજે જ ઘરના અને આજુબાજુના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવા અને મચ્છર સામે પગલાં લેવાનું સંકલ્પ લેજો.

Related Posts

ઈરાન યુદ્ધમાં NATO દેશો સહાય નહીં, ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીનને પણ નિશાન

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન પર ચાલી રહેલા યુદ્ધના 18મા દિવસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. NATOમાં 32 દેશો સામેલ હોવા છતાં, કોઈ પણ દેશે ઈરાન…

મદુરાઈના હવામાનમાં આવ્યો પલટો: વીજળીના કડાકા સાથે ગર્જના, લોકોમાં ચિંતા

તમિલનાડુના મદુરાઈ શહેરમાં અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના ભારે કડાકા અને ગર્જના થતા લોકોમાં ચિંતા અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *