સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક

યુએસ DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેનથી સાયબર હુમલો થયો હતો, જેના કારણે Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સોમવારે X નું સર્વર ઘણી વખત ડાઉન થયું. સર્વર ક્યારેક સારું કામ કરતું હતું, પણ પછી તે ફરીથી ક્રેશ થઈ ગયું.

આ પણ વાંચો :- મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, એલોન મસ્કે કહ્યું, ‘અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમને તોડી પાડવા માટે યુક્રેન ક્ષેત્રના IP સરનામાંનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.’ જ્યારે X ની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હવે સંપૂર્ણપણે ઠીક છે.

મસ્કે કોઈ દેશની સંડોવણીની શક્યતા વ્યક્ત કરી હતી :- અગાઉ Xpost પર પણ, એલોન મસ્કે સાયબર હુમલામાં કોઈ ખતરનાક જૂથ અથવા દેશની સંડોવણીની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘X પર સાયબર હુમલો થયો છે. X પર દરરોજ સાયબર હુમલા થઈ રહ્યા છે, પરંતુ આ વખતે X ને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યું હતું. શું આ કોઈ ખતરનાક જૂથનું કામ છે કે પછી કોઈ દેશ પણ તેમાં સામેલ છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

સ્ટારલિંક અંગે ઝેલેન્સકીને ધમકી આપવામાં આવી હતી :- એલોન મસ્કે સાયબર હુમલા અંગે આ દાવો કર્યો છે ત્યારે તેમના અગાઉના નિવેદનને પણ યાદ કરવામાં આવી રહ્યું છે જ્યારે તેમણે સ્ટારલિંક વિશે કહ્યું હતું કે તેના વિના યુક્રેનની ફ્રન્ટલાઈન તૂટી જશે. જોકે, તેમણે ખાતરી આપી કે તેઓ તેને રોકશે નહીં. આ ઉપરાંત, એલોન મસ્કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ પર વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દલીલ કરવા બદલ પણ હુમલો કર્યો.

આ પણ વાંચો :- આજે લોકસભામાં રજુ થશે આ બિલ, ભારતમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઇ

એલોન મસ્કે ઝેલેન્સકીને સરમુખત્યાર ગણાવ્યા છે :- એલોન મસ્કે રશિયા યુદ્ધ અંગે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ઘણી વખત ટીકા કરી છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિને સરમુખત્યાર ગણાવતા મસ્કે કહ્યું કે તેમને ખબર હતી કે તેઓ ચૂંટણી ખરાબ રીતે હારી જશે, તેથી તેમણે ચૂંટણી રદ કરી. તેમણે કહ્યું હતું કે યુક્રેનના લોકો ઝેલેન્સ્કીને નફરત કરે છે સાથે જ તેમણે કોઇ પુરાવા વિના જ ઝેલેન્સકી પર ભ્રષ્ટાચારનો આરોપ પણ મુક્યો હતો તેમણે ઝેલેન્સકી પર યુક્રેનિયન સૈનિકોના મૃતદેહોમાંથી પૈસા કમાવાનો આરોપ મુક્યો હતો.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *